શું તમને ખબર છે અહીં પૂજાય છે ઉલટા હનુમાનજી, અહિં આવેલું છે ઉલટા હનુમાનજી નું મંદિર
અહીં છે ઉલટા હનુમાનજી નું મંદિર
તમે ઘણીવાર મંદિરો માં હનુમાનજીની ઉભી અથવા બેસેલી મૂર્તિને જોઈ હશે પણ કદાચ તમે જાણતા નથી કે હનુમાનજી નું એક મંદિર એવું પણ છે જ્યાં તેમની ઉંધી મૂર્તિની પૂજા થાય છે.
આ ઉલટા હનુમાનજીનું મંદિર ઇન્દોર ના સાવરા નામના સ્થળે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર રામાયણ કાળના સમયથી સ્થાયી છે.મંદિરમાં, ભગવાન હનુમાનની મૂર્તિ ઉલટા મુખવાળી અને સિંદૂર થી ચર્ચિત છે.સાવરા નું હનુમાન મંદિર હનુમાનજી ના ભક્તો માટે મહત્વનું સ્થાન છે.
અહીં આવવાથી ભક્તો ભગવાનની અસમર્થ ભક્તિમાં સમાઈ રહીને બધી ચિંતાઓથી મુક્ત થઈ જાય છે.ભગવાન હનુમાનના તમામ મંદિરો ઉપરાંત, આ મંદિર પણ તેની વિશેષતાને કારણે દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે.
એવું કહેવાય છે કે જયારે રામાયણમાં ભગવાન શ્રી રામ અને રાવણનું યુદ્ધ થતું હતું, ત્યારે અહિરવાણે એક ચાલ ચાલી હતી.તેમણે લશ્કર જ્યારે રાતના સમયે તમામ નિદ્રાધીન હતું ત્યારે જાદુઈ શક્તિ થી બેભાન કરીને રામ અને લક્ષ્મણ ને અપહરણ કરી ને પાતાળ માં લઇ ગયો હતો.
હનુમાન ભગવાન રામ અને લક્ષ્મણની શોધ માટે પાતાળ માં ગયા અને તેની પાસે થી પ્રભુ રામ અને લક્ષ્મણ ને સુરક્ષિત લઈ આવ્યા હતા.એવું માનવામાં આવે છે કે આ તે સ્થળ છે જ્યાં હનુમાન પાતાળ લોક ગયા હતા. તે સમયે, હનુમાનજીનાપગ આકાશ તરફ અને મુખજમીન તરફ હતું, જેના કારણે તેના ઉલટા શરીર ની પૂજા થાય છે.
આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિર માં માનતા રાખવાથી તમારી બધી મનોકામના પુરી થાય છે.અને આ હનુમાનજી ને સિંદૂર ચડાવવા થઈ પણ તમારા ઘણા દુઃખો દૂર થાય છે.
બધી જ સમસ્યાઓનો ઉકેલ માત્ર હનુમાનજી ના મંદિરની પ્રાર્થના દ્વારા કરવામાં આવે છે.મંદિરમાં શ્રીરામ, સીતા, લક્ષ્મણજી, શિવ અને પાર્વતીની મૂર્તિ પણ હાજર છે.મંદિરમાં સ્થિત હનુમાનજીની પ્રતિમા અત્યંત ચમત્કારિક ગણાય છે.
તમે આ લેખ Today new update ના માધ્યમથી વાંચી રહ્યા છો.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.