ગુજરાતની આ નગરી સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો, જે તમારે પણ જાણવા જોઈએ.

ગુજરાતની આ નગરી સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો, જે તમારે પણ જાણવા જોઈએ.

સુંદર મંદિરોના દર્શન કરવા માટે તમારે એક વખત ગુજરાતની આ જગ્યાએ જરૂર જવું જોઈએ. ઈશ્વર ભક્તિમાં લીન થવા અને સુંદર મંદિરોના દર્શન કરવા માટે તમારે એક વખત ગુજરાતના દ્વારકા નગરી જરૂર જવું જોઈએ. દ્વારકા ભારતના ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવલુ એક પ્રાચીન નગર છે. દ્વારકા ગોમતી નદી અને અરબ સાગરના કાંઠે ઓખામંડળ પ્રાયદ્વીપના પશ્ચિમી કાંઠા ઉપર વસેલું છે. આ હિંદુઓના ચારધામ માંથી એક છે. આ શ્રીકૃષ્ણનું પ્રાચીન રાજ્ય દ્વારકાનું મુખ્ય સ્થળ છે અને તેને ગુજરાતની સર્વપ્રથમ રાજધાની માનવામાં આવે છે. આ સાત પુરીઓમાં એક પૂરી છે. આ નગરી ભારતના પશ્ચિમમાં સમુદ્ર કાંઠે વસેલો છે.

હિંદુ ધર્મગ્રંથો મુજબ, ભગવાન કૃષ્ણએ તે વસાવ્યું હતું. આ શ્રીકૃષ્ણની કર્મભૂમિ છે. દ્વારકા ભારતના સાત સૌથી પ્રાચીન શહેરો માંથી એક છે. આજ સુધી એ નક્કી નથી થઇ શક્યું કે આ એ નગરી છે કે નહિ જેને ભગવાન શ્રીકૃષ્ણએ વસાવી હતી. આજે પણ અહિયાં વૈજ્ઞાનિક સ્કુબા ડ્રાઈવિંગ દ્વારા સમુદ્રના ઊંડાણમાં કેદ આ રહસ્યને ઉકેલવામાં લાગેલા છે. પૌરાણીક કથાઓ મુજબ દ્વારકા નગરી આજે પણ સમુદ્રની નીચે વસેલી છે, જેને શ્રી કૃષ્ણએ વસાવી હતી.

ઘણા પુરાણકાર માને છે કે કૃષ્ણ તેના 18 સાથી અને કુળ સાથે દ્વારકા આવ્યા હતા. અહિયાં તેમણે 36 વર્ષ સુધી રાજ કર્યું હતું. તેમના અવસાન દરમિયાન દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ અને યાદવ કુળનો નાશ થઇ ગયો. અહિયાં આજે પણ ઘણા મોટા મંદિર આવેલા છે, જ્યાં ભક્ત ગણ દર્શન કરવા આવે છે, જેમાં દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહમાં ચાંદીના સિંહાસન ઉપર ભગવાન કૃષ્ણની શ્યામવરની ચતુર્ભુજ પ્રતિમા બિરાજમાન છે. કહેવામાં આવે છે કે આ મંદિરની જગ્યા પહેલા અંગત મહેલ અને હરીગુર્હ હતું. આવો જાણીએ દ્વારકામાં બીજા કઈ સુંદર જગ્યાઓ છે. જે જોવા તમારે ઓછામાં ઓછું એક વખત દ્વારકા નગરી જરૂર જવું જોઈએ.

દ્વારકાધીશ મંદિર : આ દ્વારકામાં જોવા લાયક અનીખી વસ્તુઓ માંથી એક છે. મંદિરોની ધજા દિવસમાં પાંચ વખત બદલાય છે, ભારતના બીજા મંદિરોમાં એવું નથી થતું. કુટુંબ માંથી એક મંદિરને ધજાનું પ્રયોજન કરાય છે અને તે તેને સરઘસના રૂપમાં લાવે છે. ધજા સંબંધિત લોકોને સોપી દેવામાં આવે છે. જે મુખ્ય ગર્ભગૃહના શીર્ષ સુધી પહોચે છે અને તેને બદલે છે. દ્વારકાધીશ મંદિરની 52 ગજની ધજાને દિવસમાં 5 વખત સવારે ત્રણ વખત અને સાંજે બે વખત બદલવામાં આવે છે. એ જોવું વાસ્તવમાં અનોખો અનુભવ હોય છે.

ફેરી રાઈડ : દ્વારકા જવા વાળા લોકો સામાન્ય રીતે બેટ દ્વારકામાં કૃષ્ણ મંદિરમાં પણ જાય છે. મંદિર દ્વારકા શહેરથી લગભગ દોઢ કલાકના અંતરે છે અને આ મંદિર માટે એક ફેરી રાઈડ પર્યટકોને માટે એક સુદંર અનુભવ છે. અહિયાના કૃષ્ણ મંદિર દ્વીપોથી ઘેરાયેલું છે, એટલા માટે આ દ્વારકામાં કરવામાં આવતી વિશેષ વસ્તુઓ માંથી એક છે. તમારે બધાએ એક વખત દ્વારકા નગરી જરૂર જવું જોઈએ.

સુદામા સેતુ : આ એક સ્થળ છે. જ્યાં તમે એક સુંદર સૂર્યોદય અને એક આશ્ચર્યજનક સૂર્યોદય લગભગ એક જ સ્થળ ઉપર જોઈ શકો છો. સૂર્યોદય માટે સુદામા સેતુ ઉપર ઉભા રહેવાથી સારી જગ્યા બીજી કોઈ નથી. ગોમતી નદીના બે કાંઠાથી જોડવા વાળો કેબલ પુલ. આમ તો આ નવો પુલ રિલાયન્સ સમૂહ દ્વારા બનાવવામાં આવ્યો છે. પુલ સૂર્યોદય અને સમુદ્ર સાથે ગોમતીનું મિલન બિંદુ, બધું બસ આશ્ચર્યજનક લાગે છે કેમ કે સવારના કિરણો તેની ઉપર પડે છે. પુલને પાર નદીમાં બેસવા માટે સ્વચ્છ બેંચો સાથે એક પગપાળા રસ્તા સાથે લાઈન કરવામાં આવ્યો છે. ઘાટો ઉપર લોકો ડૂબકી લગાવે છે અને મંદિરોમાં પૂજા અર્ચના કરે છે.

બદકેશ્વર મહાદેવ મંદિર : જયારે તમે એક નદીમાં મહાસાગરની નજીક હો છો, તો સૂર્યનું ગુમ થવું સૌથી મોટું આશ્ચર્ય હોઈ શકે છે, શું તે નથી? પરંતુ જયારે તમે દ્વારકામાં હો છો, તો તમે બદકેશ્વર મહાદેવ મંદિરની નીચે જતા સુરજનો આનંદ લઇ શકો છો. આ મંદિરથી શહેરનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. સુર્યાસ્ત જોવો અને ઉંચી ખડકો ઉપર વસેલા શહેરના દ્રશ્યનો આનંદ લેવો, દ્વારકામાં સૌથી રોચક અનુભવો માંથી એક છે. દ્વારકા શહેરમાં સુર્યાસ્ત જોવા માટે સૌથી સારું સ્થળ બુદકેશવર મહાદેવ મંદિર છે. આ એક પ્રાચીન અને નાનું મંદિર છે. જે એક સમયે એક દ્વીપ રહ્યો હશે. તમે આ મંદિરના ફરી શકો છો અને સમુદ્ર ઉપર સુર્યાસ્તના એક અદ્દભુત દ્રશ્ય જોઈ શકો છો.

દ્વારકા બીચ : દ્વારકામાં તમે એક દ્વારકા તટના કાંઠે સુંદર સાંજના સમયે ફરવાનો આનંદ લઇ શકો છો. તે ઉપરાંત તમે સીપ અને શંખ પણ એકઠા કરી શકો છો અને કાંઠા ઉપર એક પુસ્તક સાથે આરામ કરી શકો છો. તીર્થયાત્રોને સમુદ્ર કાંઠા ઉપર સ્નાન કરવા અને તરતા જોવા પણ એક સુંદર અનુભવ હોઈ શકે છે અને દ્વારકામાં ફરવા માટે અદ્દભુત વસ્તુઓ માંથી એક છે. આ બધી ખાસિયતોને કારણે જ તમારે એક વખત જરૂર દ્વારકા નગરી ફરવાનો અનુભવ કરવો જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *