તુલા અને મિથુન રાશિના લોકોને મળશે આ શુભ સમાચાર, જાણીલો તમે પણ…

તુલા અને મિથુન રાશિના લોકોને મળશે આ શુભ સમાચાર, જાણીલો તમે પણ…

તુલા

આ રાશિના લોકોમાં સંતુલન શક્તિ ભરપૂર હોય છે. આ લોકો વ્યાપારિક બુદ્ધિ અને આકર્ષક વ્યક્તિત્વના સ્વામી હોય છે. આ લોકોમાં કળા અને જ્ઞાનની સમજ હોય છે પરંતુ તેનો કોઈ ચોક્કસ સિદ્ધાંત હોય છે.

પોઝિટિવઃ- આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખાસ રીતે પોઝિટિવ રહેશે. તમારી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. જમીન, વાહન સાથે જોડાયેલાં કાર્યો થઈ શકે છે. અટવાયેલાં સરકારી મામલાઓ થોડી કોશિશ દ્વારા ઉકેલાઈ તેવી શક્યતા છે. પરિવારમાં લગ્નને લગતા માંગલિક કાર્યો પૂર્ણ થશે. તમારી કાર્યયોજના અને ગતિવિધિઓને પણ શરૂ કરવા માટે અનુકૂળ વર્ષ રહેશે. માત્ર તમારી યોજનાઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો. વર્ષના વચ્ચેના સમયગાળા પહેલાં રોકાણને લગતી યોજનાને પૂર્ણ કરવા માટે સમય સારો રહેશે. કિંમતી વસ્તુઓની ખરીદદારી પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યોમાં વધારે મહેનત રહેશે. તમે તમારા કારોબારમાં વિસ્તાર કરવામાં સક્ષમ પણ રહેશો. કોઈપણ પ્રકારનું વ્યવસાયિક રોકાણ કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા વિચારણાં કરી લો. વર્ષની શરૂઆતમાં થોડા પડકાર સામે આવી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની રિસ્ક પ્રવૃત્તિ કે અયોગ્ય કાર્યોથી દૂર રહો. કોઈ કર્મચારી દ્વારા તમારા થોડા સીક્રેટ જાહેર થઈ શકે છે.

લવઃ– ઘર-પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સંબંધીઓ વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે તથા સંબંધ ફરી મધુર થઈ શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધોની મર્યાદા રાખવી જરૂરી છે. પ્રેમ પ્રસંગોથી દૂર રહો. તેની નકારાત્મક અસર તમારા પરિવાર અને વ્યક્તિગત જીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન કરો. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને લગતી પરેશાનીઓ પ્રત્યે બેદરકારી ન કરો. વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન રાખવું જરૂરી છે.તમામ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે. જૂની બીમારીની સારવાર તમને ટ્રેડિશનલ થેરપી દ્વારા મળી શકે છે. તેથી એક્યુપ્રેશર, એક્યુપંક્ચર અથવા નેચરોપેથી જેવા ઉપચાર પર ધ્યાન રાખો. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. દાંત સંબંધિત સમસ્યા તકલીફ આપી શકે છે. ચાંદીના વાસણમાં રહેલા પાણીનો ઉપયોગ કરો.

કરિયર: નવી નોકરી મળનારા લોકોને પોતાની ક્ષમતા અને જ્ઞાન દર્શાવવાના અવસર મળશે. તેને લીધે કાર્ય ક્ષેત્રે સારા સંબંધ જળવાઈ રહેશે. સરકારી નોકરી કરનારા લોકો માટે આ વર્ષ મહત્ત્વપૂર્ણ રહેશે. ફાયદાનું ધ્યાન રાખીને જ કોઈ કામને હાથમાં લો.

પરિવાર:જેમ પરિસ્થિતિ બદલાશે તેમ સંબંધો પણ બદલાશે. પરિવારના તમામ લોકો મળી મોટો નિર્ણય લઈ શકે છે. જો તમે તમારા પરિવાર સાથે વિદેશમાં સેટલ થવા માગો છો તો તેના પ્રયાસો વધુ કરવા લાગો. તેના માટે આ વર્ષ લકી સાબિત થઈ શકે છે.

પ્રેમ અને દાંપત્ય: પતી પત્નીમાં બાળકોની કોઈ વાતને લઈ વાદ વિવાદ વધી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એકમત મેળવવો મુશ્કેલ બનશે. નિર્ણય લેવાઈ ગયા બાદ પતિ પત્ની એકબીજાનો સાથ આપશે. યુવાનોને નવા રિલશેનશિપમાં ઉત્સાહ અને આનંદ મળશે. તમારા રિલેશનશિપની અસર તમારા કામ પર ન થવા  દો.

ફાયનાન્સ: આ વર્ષે પ્રોપટી લેવા માટે પરિવારની મદદ મળશે. તેને લીધે તમને આર્થિક ફાયદો થશે. મંથલી રેન્ટના માધ્યમથી આર્થિક આવકનો નવો એક સ્ત્રોત ઉપલબ્ધ થઈ શકે છે.

ટિપ્સ: સાંજે સરસિયાના તેલનો દીવો કરો.દરેક સોમવારે સફેદ વસ્તુનું દાન મંદિરમાં કરવાથી લાભ થશે.

મિથુન

મિથુન રાશિના લોકો વિનમ્ર, બુદ્ધિમાન અને હાસ્ય પ્રવૃત્તિના હોય છે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવી, લેખન, ગણિત, કળાત્મક કાર્ય વગેરે જેવા વિષયોમાં તેમનો ખાસ રસ હોય છે. આ રાશિના જાતકો મોટી નબળાઈ કે તેઓ જલ્દી જ અન્ય લોકોના પ્રભાવ તથા આકર્ણમાં આવી જાય છે.

પોઝિટિવઃ- આ વર્ષે તમે કોઈ નવું કામ કરવાની યોજના બનાવશો તથા તેમાં ઉન્નતિ અને સફળતા પણ પ્રાપ્ત કરશો. પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે. પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ વર્ષ ઉત્તમ પસાર થશે. ઘરના વડીલ સભ્યોના માર્ગદર્શન અને સાનિધ્યમાં તમારા અનેક કાર્યો પૂર્ણ થઈ જશે. ભાઈઓ અને સંબંધીઓ સાથે સંપત્તિ કે ભાગલાને લગતા વિવાદો પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે. સંબંધોમાં ફરી મધુરતા આવશે. તમે તમારી મહેનત દ્વારા વિપરીત પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં કરવાની ક્ષમતા રાખશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ આ વર્ષ તમારા માટે ઉન્નતિ સાથે-સાથે સફળતાદાયક પણ રહેશે. ઉચ્ચ અધિકારીઓ તથા રાજકારણ સાથે જોડાયેલાં લોકો પોતાના સંપર્કને વધારે મજબૂત બનાવો, આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ક્યારેક-ક્યારેક વ્યવસાયમાં ઉતાવળમાં લીધેલાં નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. કોઈપણ વ્યવસાયિક રોકાણ કરતા પહેલાં યોગ્ય તપાસ કરી લો. આ સમયે કોઈપણ આર્થિક જોખમ ઉઠાવશો નહીં. સરકારી સેવા આપતા લોકો કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો તથા ગેરકાયદેસર કાર્યોમાં રસ લે નહીં.

લવઃ- આ વર્ષે થોડી એવી ઘટનાઓ બની શકે છે, જેમાં તમને પોતાના અને પારકા અંગે ખ્યાલ આવશે. જોકે, ઘર-પરિવારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. પરિવારના લોકો તથા જીવનસાથી સાથે યોગ્ય પ્રેમ અને સહયોગની ભાવના રહેશે. પ્રેમ પ્રસ્તાવ મળશે પરંતુ તમારા માન-સન્માન અને મર્યાદાનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- વર્ષના વચ્ચેના સમયગાળા પછી સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કબજિયાત, પેટ ખરાબ થવું જેવી સમસ્યાઓ વધી શકે છે. કોઈ પ્રકારની સર્જરી થવાની પણ શક્યતા છે. કામ વધારે હોવા છતાંય થોડો સમય કસરત, યોગ, મેડિટેશન વગેરે માટે સમય કાઢવો. આ સમયે પ્રાકૃતિક ઇલાજ કરવો તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે.

કરિયર: તમારા કરિયરમાં પોઝિટિવ ફેરફાર થોડી કઠણાઈમાંથી પસાર થયા પછી જ દેખાશે. માટે કામ સંબંધિત જે પણ કઠણાઈ આવી રહી છે, તેનો સામનો કરો. તમારી ઈચ્છાશક્તિને વધુ પ્રબળ બનાવીને તમે લક્ષ્યની પ્રાપ્તિ કરી શકો છો. આ વર્ષે તમને દરેક વસ્તુ અથાગ પરિશ્રમ બાદ જ મળશે માટે મહેનત કરવાની તૈયારી રાખવી જરૂરી હશે.

પરિવાર: પરિવારનું કોઈ વ્યક્તિ પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરશે જેને કારણે પરિવારમાં થોડા દિવસ શાંતિ બની રહેશે પણ સંબંધો ફરી ઠીક થવા લાગશે. પરિવારના બધા વ્યક્તિઓએ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવાની જરૂર રહેશે. જૂન પછી પરિવાર સંબંધિત વાતોમાં પ્રગતિ જોવા મળશે અને સુખ શાંતિ વાળો માહોલ પણ બની રહેશે .

પ્રેમ અને દાંપત્ય: પતિ પત્ની વધારે મેચ્યોરિટી સાથે રિલેશન સંબંધિત વાતને ઠીક કરવા પ્રયત્ન કરશે. પરિવારને જોડીને રાખવાની તમારી ટ્રાય સફળ રહેશે. અમુક લોકોને આર્થિક જવાબદારીને કારણે પરિવારથી વધુ સમય દૂર રહેવું પડી શકે છે.

ફાયનાન્સ: અત્યાર સુધી લીધેલી લોનને ભરપાઈ કરવી આ વર્ષે સંભવ થશે તેમ છતાં આર્થિક વાતોમાં વધુ અવેરનેસ રાખી અત્યારસુધીની બધી ભૂલોને સુધારવાની ટ્રાય કરતા રહો. જો તમે પૈસા પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરવા ઈચ્છો છો તો જમીન સંબંધિત થયેલા વ્યવહારમાં તમને આર્થિક લાભ થશે.

ટિપ્સ: લોકો દ્વારા મળતી નેગેટિવ એનર્જીને દૂર રાખવા માટે લવિંગને પીળા કપડામાં લપેટીને પોતાની પાસે રાખો. ઘરમાં સવાર સાંજ તેજપત્તા કપૂર સાથે સળગાવવાથી પોઝિટિવ એનર્જીનો પ્રભાવ બની રહેશે અને તકલીફોને દૂર કરવા માટે માર્ગ મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *