મહારાષ્ટ્રમાં શનિદેવના શિંદાપુર ગામમાં તાળાં નથી એ વાત તો બધાને ખબર જ હશે, પરંતુ ગુજરાતમાં એક એવું ગામ પણ છે જ્યાં મુખ્ય દરવાજો નથી. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા સાતડા ગામમાં દરવાજા નથી પણ ગામમાં ક્યારેય ચોરી થતી નથી!
ગુજરાતના રાજકોટથી 35 કિમી દૂર આવેલા સાતડા ગામમાં એક પણ ઘરને મુખ્ય દરવાજો નથી.
ગામની નજીક ભૈરવદાદાનું મંદિર છે જે તમામ ગ્રામજનો માટે આસ્થાનું પ્રતિક છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભૈરવદાદા જ ગામની રક્ષા કરે છે. જેથી ગામમાં દરવાજા ન હોવા છતાં ક્યારેય ચોરી થતી નથી.
આ ગામમાં ચોરી થતી નથી તે ઉપરાંત બહારથી ચોરી કરનારા પણ ગામમાં પ્રવેશી શકતા નથી. સ્થાનિકોનું કહેવું છે કે થોડા સમય પહેલા તસ્કરો બીજા ગામમાંથી ભેંસો ચોરીને સાતડા ગામમાં પ્રવેશ્યા હતા. બાદમાં તે તરત જ ઝડપાઈ ગયો હતો. તેથી હવે બહારથી ચોરી કરીને પણ કોઈ પ્રવેશતું નથી.
અહીં પ્રાચીન સમયથી દરવાજા વગરના મકાનો છે. નાની ઝૂંપડી હોય કે આલીશાન બંગલો હોય, મુખ્ય દરવાજો નથી. ગામના 200 જેટલા ઘર ખુલ્લા જોવા મળે છે. ગામમાં જે નવા મકાનો બન્યા છે તેમાં પણ દરવાજા મુકવામાં આવતા નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.