જાણો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં વિષ્ણુજી ને શા માટે શ્રેષ્ઠ દેવતા મનાય છે

હિંદુ ધર્મમાં ભગવાનના ત્રણ સ્વરૂપો મુખ્ય પણે પુજાય છે તે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ છે. પુરાણોમાં બ્રહ્મજીને સૃષ્ટિના રચેતા જણાવ્યા છે, વિષ્ણુજીને વિશ્વના પાલનકર્તા અને મહેશ એટલે કે શિવજીને સંસારના સંહારક કહેવાય છે.

વિષ્ણુ છે દેવોમાં શ્રેષ્ઠ દેવતા

પુરાણોમાં વિષ્ણુ ભગવાનને બધા દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ દેવતા કહેવાય છે અને વિષ્ણુ ભગવાનને શ્રેષ્ઠ દેવતા કહેવા પાછળ એક કથા જોડાયેલી છે. કહેવાય છે કે એક વાર ભૃગુ ૠષિ જાણવા માંગતા હતા કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં ક્યાં દેવતા શ્રેષ્ઠ છે.ભૃગુ ઋષિએ વિચાર્યું કે તેઓ દરેક દેવોને મળશે અને પછી નક્કી કરશે કે ક્યા દેવતા શ્રેષ્ઠ છે.

ભૃગુ ઋષિ પ્રથમ શિવજી પાસે ગયા.પરંતુ રુદ્રગણોએ ભૃગુ ઋષિને શિવજીથી મળવા પર રોક્યા.કારણ કે શિવ જી સતી માતાની સાથે હતા. તે પછી ભૃગુ ઋષિ બ્રહ્માજી ની પાસે પહોંચી ગયા. પરંતુ બ્રહ્માજી તે સમયે દેવતાઓની સાથે દરબારમાં વ્યસ્ત હતા.તેના કારણે તેઓ ભૃગુ ઋષિને ન મળી શક્યા શિવજી અને બ્રહ્માજીને ન મળવાને કારણે ભૃગુઋષિ ક્રોધિત થયા અને ક્રોધિત થઈ વિષ્ણુજીની પાસે ગયા.

જ્યારે ભૃગુ ઋષિ વિષ્ણુજી પાસે ગયા તો તેમણે વિષ્ણુજીને સુતેલા જોયા.વિષ્ણુજીને સુતેલા જોઇ ભૃગુ ઋષિને ક્રોધ આવ્યો અને તેમણે ભગવાન વિષ્ણુની છતી પર પગ માર્યો.છાતી પર પગ મારતા વિષ્ણુજી જાગી ગયા અને ક્ષમાં માંગવા લાગ્યા અને કહ્યું કે લાવો ઋષિ તમારો પગ મને આપો તેમા વાગ્યુતો નથીને મારુ હદય ખુબ કઠોર છે તમારો પગ ખુબ કોમળ છે.આ કહ્યા પછી વિષ્ણુજી એ ભૃગુ ઋષિના પગ પકડ્યા અને તેમના પગ દબાવવા લાગ્યા.વિષ્ણુજી ને આમ કરતા જોઇ ભૃગુ ઋષિનો ક્રોધ શાંત થઇ ગયો અને તેમને તેમની ભુલનો અહેસાસ થયો.વિષ્ણુજીની આ મહાનતા જોઇ ભૃગુ ઋષિએ તેમને દેવો માં શ્રેષ્ઠ ઘોષિત કરી દીધા.

પુરાણોમાં આ પ્રકારે કરવામાં આવ્યુ છે વિષ્ણુજી નું વર્ણન

शांताकारं भुजंगशयनं पद्मनाभं सुरेशं।
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं।
लक्ष्मीकांतं कमलनयनं योगिभर्ध्यानगम्यं।
वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम्।

આપણા પુરાણોમાં વિષ્ણુજીનું નામ અન્ય દેવતાઓની તુલનામાં વધારે લેવામાં આવ્યુ છે અને જેનું વર્ણન લખ્યું છે અને તેમનુ ચતુર્ભુજ સ્વરૂપ છે.તેમના એક હાથમાં ગદા છે અને એક હાથમાં ચક્ર છે જે દંડીત કરવાનાં હથિયારો છે.અન્ય બે હાથમાં શંખ ​​અને કમળનુ ફૂલ છે. શેષનાગ પર શયન કર્યુ છે અને લક્ષ્મી માતાના પતિ છે.તેમની આંખો કમળ સમાન છે.અને તેઓ ભયંકર હરનારા છે અને બધાના સ્વામી છે.

તમે આ લેખ Today new update  ના માધ્યમથી વાંચી રહ્યા છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *