વૃષભ
વૃષભ રાશિના લોકો આકર્ષક વ્યક્તિત્વ, મધુર ભાષી અને સહનશીલ હોય છે. કળાત્મક ક્ષેત્ર તેમને ખાસ રસ રહેશે. આ લોકો પરિશ્રમી પણ હોય છે પરંતુ તેમને આગળ વધવા માટે મોટાભાગે કોઈના માર્ગદર્શનની જરૂરિયાત રહે છે.
પોઝિટિવઃ- આ વર્ષે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. અટવાયેલાં કે ફસાયેલાં રૂપિયા પાછા મેળવવા માટે સમય અનુકૂળ છે. બાળકોના અભ્યાસ, કરિયર કે લગ્નને લગતી ગતિવિધિઓ ઉપર ખર્ચ રહેશે પરંતુ તેના પરિણામ પણ અનુકૂળ જ મળશે. આ વર્ષે પ્રોપર્ટી જેવા કાર્યોની પ્લાનિંગ કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. સરકારી મામલે પરેશાનીઓ દૂર થઈ જશે. સામાજિક રીતે સમગ્ર વર્ષ દરમિયાન સક્રિયતા રહેશે
વ્યવસાયઃ- આ વર્ષ તમારા માટે વ્યવસાયિક સફળતાથી પરિપૂર્ણ રહેશે. તમે તમારા વ્યવસાયમાં જે પ્રકારનો ફેરફાર લાવવાની કોશિશ કરી રહ્યા હતાં, હવે તેનો અનુકૂળ સમય આવી ગયો છે. વર્ષની શરૂઆતમાં જ વિસ્તારને લગતી યોજનાઓ શરૂ થશે. પરંતુ શેરબજાર તથા તેજી-મંદી સાથે સંબંધ રાખનાર લોકોએ થોડું સાવધાન રહેવું. નોકરિયાત લોકો પોતાના નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશે.
લવઃ- આ વર્ષ કામનો ભાર વધારે રહેશે. છતાંય ઘર-પરિવારની સુખ-શાંતિ તમારા માટે પ્રાથમિકતા રહેશે. ઘરમાં સંતાનોના લગ્નને લગતું માંગલિક કાર્ય સંપન્ન થઈ શકે છે. પ્રેમ પ્રસંગના કારણે તમારું કરિયર કે અભ્યાસ પ્રભાવિત થઈ શકે છે. એટલે સાવધાન અને મર્યાદિત રહેવું જરૂરી છે. મિત્રો સાથે યોગ્ય તાલમેલ જળવાશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષે થોડી પરેશાનીઓ રહેશે. કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહો. મહિલાઓ સ્ત્રી રોગના કારણે ચિંતામાં રહેશે. એટલે કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થાય ત્યારે તરત ઇલાજ કરો. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની નિયમિત તપાસ કરાવો.
તુલા
આ રાશિના લોકોમાં સંતુલન શક્તિ ભરપૂર હોય છે. આ લોકો વ્યાપારિક બુદ્ધિ અને આકર્ષક વ્યક્તિત્વના સ્વામી હોય છે. આ લોકોમાં કળા અને જ્ઞાનની સમજ હોય છે પરંતુ તેનો કોઈ ચોક્કસ સિદ્ધાંત હોતો નથી.
પોઝિટિવઃ- આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખાસ રીતે પોઝિટિવ રહેશે. તમારી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. જમીન, વાહન સાથે જોડાયેલાં કાર્યો થઈ શકે છે. અટવાયેલાં સરકારી મામલાઓ થોડી કોશિશ દ્વારા ઉકેલાઈ તેવી શક્યતા છે. પરિવારમાં લગ્નને લગતા માંગલિક કાર્યો પૂર્ણ થશે. તમારી કાર્યયોજના અને ગતિવિધિઓને પણ શરૂ કરવા માટે અનુકૂળ વર્ષ રહેશે. માત્ર તમારી યોજનાઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો. વર્ષના વચ્ચેના સમયગાળા પહેલાં રોકાણને લગતી યોજનાને પૂર્ણ કરવા માટે સમય સારો રહેશે. કિંમતી વસ્તુઓની ખરીદદારી પણ થઈ શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યોમાં વધારે મહેનત રહેશે. તમે તમારા કારોબારમાં વિસ્તાર કરવામાં સક્ષમ પણ રહેશો. કોઈપણ પ્રકારનું વ્યવસાયિક રોકાણ કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા વિચારણાં કરી લો. વર્ષની શરૂઆતમાં થોડા પડકાર સામે આવી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની રિસ્ક પ્રવૃત્તિ કે અયોગ્ય કાર્યોથી દૂર રહો. કોઈ કર્મચારી દ્વારા તમારા થોડા સીક્રેટ જાહેર થઈ શકે છે.
લવઃ- ઘર-પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સંબંધીઓ વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે તથા સંબંધ ફરી મધુર થઈ શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધોની મર્યાદા રાખવી જરૂરી છે. પ્રેમ પ્રસંગોથી દૂર રહો. તેની નકારાત્મક અસર તમારા પરિવાર અને વ્યક્તિગત જીવન ઉપર પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન કરો. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને લગતી પરેશાનીઓ પ્રત્યે બેદરકારી ન કરો. વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન રાખવું જરૂરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.