મીન
આ રાશિના લોકો સોમ્ય સ્વભાવના તથા નવા વિચારોનું સર્જન કરવામાં વિશ્વાસ રાખે છે. સાંસારિક કાર્યો સાથે-સાથે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ બની રહેશે. આત્મચિંતન અને મનન કરવું પણ તેમનો ખાસ સ્વભાવ છે. આ લોકોને સારા મિત્રો ઓછા મળે છે.
પોઝિટિવઃ- આ વર્ષ પોતાની યોગ્યતા અને ક્ષમતાનો યોગ્ય સદુપયોગ કરવાનો છે. ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. જો લોન લીધેલી છે તો સરળતાથી ઉકેલાઈ જશે. કોઈ રાજકીય કાર્ય અટવાયેલું છે તો તે દિશામાં ધ્યાન આપવાથી તમને સફળતા મળશે. સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધોમાં મધુરતા રહેશે. તમારી બધી ગતિવિધિઓને પૂર્ણ કરવાની સાથે-સાથે તમારા વ્યક્તિત્વમાં પણ સારો સુધાર લાવવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ આ વર્ષ લાભકારી રહેશે. કોઈ ખાસ વ્યક્તિના સહયોગથી તમારી કિસ્મત ચમકી શકે છે. એટલે સંપૂર્ણ ઊર્જા અને જોશ સાથે તમારા વ્યવસાય પ્રત્યે સમર્પિત રહો. પાર્ટનરશિપને લગતા વેપારમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે. ટેક્સ, લોન વગેરેને લગતા પેપર્સ પૂર્ણ કરી લો. નહીંતર કોઈ સરકારી ઇન્ક્વાયરી આવે તેવી શક્યતા છે. નોકરિયાત લોકોને પ્રમોશન કે મનગમતું કામ મળી શકે છે.
લવઃ- ઘર-પરિવારમાં યોગ્ય વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખવી તમારી ખાસ પ્રાથમિકતા રહેશે. લગ્ન સંબંધોમાં પણ ભાવનાત્મકતા વધશે. પરિવારમાં સ્ત્રીઓ વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે. એકબીજાના તાલમેલ દ્વારા સમસ્યાઓ પણ ઉકેલાઈ શકે છે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પરિવારની મંજૂરી મળે તેવી શક્યતા છે. મિત્રો સાથે હળવા-મળવામાં સમય પસાર કરવાની સાથે-સાથે પોતાના કાર્યો પ્રત્યે પણ સજાગ રહેવું
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ વધારે અનુકૂળવહે . ક્યારેક બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોઈ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ ધટી શકે છે. જોકે, તમારી સંતુલિત દિનચર્યા અને ખાનપાનના કારણે વધારે પરેશાનીઓ રહેશે નહીં. સમય રહેતા તમારો ઇલાજ કરવો તમને જલ્દી જ સ્વસ્થ કરી દેશે.
તુલા
આ રાશિના લોકોમાં સંતુલન શક્તિ ભરપૂર હોય છે. આ લોકો વ્યાપારિક બુદ્ધિ અને આકર્ષક વ્યક્તિત્વના સ્વામી હોય છે. આ લોકોમાં કળા અને જ્ઞાનની સમજ હોય છે પરંતુ તેનો કોઈ ચોક્કસ સિદ્ધાંત હોતો નથી.
પોઝિટિવઃ- આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખાસ રીતે પોઝિટિવ રહેશે. તમારી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. જમીન, વાહન સાથે જોડાયેલાં કાર્યો થઈ શકે છે. અટવાયેલાં સરકારી મામલાઓ થોડી કોશિશ દ્વારા ઉકેલાઈ તેવી શક્યતા છે. પરિવારમાં લગ્નને લગતા માંગલિક કાર્યો પૂર્ણ થશે. તમારી કાર્યયોજના અને ગતિવિધિઓને પણ શરૂ કરવા માટે અનુકૂળ વર્ષ રહેશે. માત્ર તમારી યોજનાઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો. વર્ષના વચ્ચેના સમયગાળા પહેલાં રોકાણને લગતી યોજનાને પૂર્ણ કરવા માટે સમય સારો રહેશે. કિંમતી વસ્તુઓની ખરીદદારી પણ થઈ શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યોમાં વધારે મહેનત રહેશે. તમે તમારા કારોબારમાં વિસ્તાર કરવામાં સક્ષમ પણ રહેશો. કોઈપણ પ્રકારનું વ્યવસાયિક રોકાણ કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા વિચારણાં કરી લો. વર્ષની શરૂઆતમાં થોડા પડકાર સામે આવી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની રિસ્ક પ્રવૃત્તિ કે અયોગ્ય કાર્યોથી દૂર રહો. કોઈ કર્મચારી દ્વારા તમારા થોડા સીક્રેટ જાહેર થઈ શકે છે.
લવઃ- ઘર-પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સંબંધીઓ વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે તથા સંબંધ ફરી મધુર થઈ શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધોની મર્યાદા રાખવી જરૂરી છે. પ્રેમ પ્રસંગોથી દૂર રહો. તેની નકારાત્મક અસર તમારા પરિવાર અને વ્યક્તિગત જીવન ઉપર પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન કરો. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને લગતી પરેશાનીઓ પ્રત્યે બેદરકારી ન કરો. વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન રાખવું જરૂરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.