કર્મફળ દાતા શનિ આ તારીખે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, આ રાશિના લોકોના જીવનમાં આવશે વિશેષ પરિવર્તન.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિ ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) અને સાડાસાતીથી પીડિત લોકો માટે એપ્રિલ મહિનો ખાસ છે. ખરેખર તો જે લોકો પર અઢી વર્ષથી શનિની ઢૈય્યાની અસર હતી તેમના માટે શનિનું રાશિ પરિવર્તન ખાસ સાબિત થવાનું છે. શનિના ગોચર સાથે કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે.
3 રાશિઓને શનિના પ્રકોપથી મળશે મુક્તિ :
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ સમયે મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ સિવાય ધનુ, મકર અને કુંભ રાશિના લોકો માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. 29 એપ્રિલ 2022 ના રોજ શનિદેવ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જો કે શનિદેવના આ રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ 3 રાશિના લોકોને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળશે.
મિથુન : કુંભ રાશિમાં શનિનું ગોચર થતાં જ મિથુન રાશિના લોકોને શનિની ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) માંથી મુક્તિ મળશે. ઢૈય્યાની અસર ખતમ થતાં જ આ રાશિના લોકોના જીવનની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થઈ જશે.
તુલા : 29 મી એપ્રિલે શનિનું ગોચર થયા બાદ તુલા રાશિમાંથી શનિની ઢૈય્યા તરત જ સમાપ્ત થઈ જશે. એ પછી આ રાશિના લોકોના જીવનમાં સોનેરી સમય આવશે. જીવનમાં આવતા અવરોધો ધીરે ધીરે સમાપ્ત થશે. આ સાથે આર્થિક પ્રગતિ થશે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓનો ઉકેલ મળશે. આ સિવાય કાયદાકીય વિવાદોમાંથી પણ મુક્તિ મળી શકે છે.
ધનુ : હાલમાં ધનુ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. પરંતુ, 29 મી એપ્રિલે શનિના રાશિ પરિવર્તન કરતાની સાથે જ આ રાશિના લોકો સાડાસાતીથી મુક્ત થઈ જશે. જેના પરિણામે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. આર્થિક પ્રગતિની સાથે સાથે પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. નોકરી-ધંધામાં આવતા અવરોધો દૂર થશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.